આર્ટિગા કારમાં કાપડના થેલામાં છુપાવેલ બ્લેન્ડર, સિગ્નેચર, રેડ લેબલ દારૂ પકડી પાડતી બી ડિવિઝન પોલીસ મોરબી : હોળી ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે પ્યાસીઓ માટે બ્લેન્ડર, સિગ્નેચર, રેડ લેબલની સુરેન્દ્રનગરથી ખેપ મારી મોરબીમાં દારૂ ઉતારવા આવેલા કાનજી ઉર્ફે કાનો અને ભાવેશ નામના બે શખ્સોને સિટી બી ડિવિઝન પોલીસે મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ઝડપી લઈ રૂપિયા 2,61,260નો મૂળમાલ કબ્જે કર્યો હતો. મોરબી સિટી બી ડિવિઝન પોલીસને અર્ટિકા કારમાં મોરબી તરફ દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમીને આધારે મહારાણા પ્રતાપ સર્કલ નજીક વોચ ગોઠવતા એક શંકાસ્પદ અર્ટિકા કાર પસાર થતા રોકી તલાશી લેતા આરોપી કાનજીભાઇ ઉર્ફે કાનો જસાભાઇ ડોડીયા, રહે. ખમીયાણા રોડ, ગોકુલનગર, સુરેંદ્રનગર અને ભાવેશભાઇ નીરૂભાઇ જાદવ, રહે. બોનીપાર્ક, રૂદ્રાક્ષ એપાર્ટમેંટ, ૨૦૪ રવાપર રોડ, મોરબી મુળગામ- નરશીપરા, મુનકાનીવાડી, જી.સુરેન્દ્રનગર વાળાના કબ્જા વાળી કારમાંથી રેડ લેબલ બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ-11કિં.રૂ.22000, સિગ્નેચર માસ્ટર બ્લેન્ડર રેર એજેડ વ્હીસ્કીની બોટલ નંગ-23 કિં.રૂ.18860 તેમજ બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કિની બોટલ નંગ-24 કિં.રૂ.20,400 મળી આવી હતી. વધુમાં કારમાં કાપડના થેલામાં છુપાવી રાખેલ દારૂનો આ જથ્થો મોરબીમાં ઉતરે તે પહેલા જ પોલીસે બન્ને આરોપીને વિદેશી દારૂના મોંઘા બ્રાન્ડેડ જથ્થા ઉપરાંત મારૂતી સુઝુકી કંપનીની અર્ટીકા કાર નંબર જી.જે.27. એએ 4023 કિંમત રૂપિયા બે લાખ સહિત કુલ રૂ.2,61,260નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.