મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા રંગધરતી પાર્કમાં આગામી તારીખ 23 ઓક્ટોબરના રોજ રાત્રે 9:30 કલાકે કાન ગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાયાવદરના પરેશ પટેલ ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવશે. આ કાનગોપી રાસમાં લોટીઉત્સવ, કૃષ્ણલીલા પણ યોજાશે તો આ કાનગોપી રાસનો લ્હાવો લેવા આધશક્તિ ગરબી મંડળના આયોજકોએ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.