કથા બેસાડવાની માનતા પરિપૂર્ણ થતા કાંતિલાલ અમૃતિયાએ દાઢી કરાવી મોરબી : મોરબીમાં કોરોનાના દિવગતોના મોક્ષાર્થે જાણીતા ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવા બદલ પ્રભાવિત થયેલા ઉધોગકારો દ્વારા કથાના આયોજક અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ચાંદીથી રજત તુલા કરવામાં આવી હતી. જેમાં કાનાભાઈનું કદ વજન વધી ગયું હોય એમ તેમનું 84 કિલો વજન થયું હતું. જ્યારે કથા બેસાડવાની માનતા પરિપૂર્ણ થતા કાંતિલાલ અમૃતિયા દાઢી કરાવી હતી. મોરબીમાં કાંતિલાલ અમૃતિયા અને તેમના પરિવાર દ્વારા તમામ જ્ઞાતિના કોરોનામાં મૃત્યુ પામેલા દિવગતો મોક્ષાર્થે જાણીતા ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન પટેલ સમાજ વાડી ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલી કથામાં દરરોજ જાણીતા ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમૃતવાણીથી અને અલગ અલગ કાર્યક્રમો થકી કોરોનામાં મૃત્યુ પામેલા તમામ દિવગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં દરરોજ લોકો ઉમટી પડી કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે. આ ઉમદા કાર્ય કરવા બદલ ઉધોગપતિઓ દ્વારા કાનાભાઈની ચાંદીથી રજત તુલા કરવામાં આવી હતી. ભારે લોકચાહના ધરાવતા કાંતિલાલનું એમાં પણ વજન વધી ગયું હોય એમ એમનું 84 કિલો વજન થયું હતું. બીજીતરફ કાંતિલાલ અમૃતિયાએ અગાઉ કોરોના કાળ દરમિયાન તમામ જ્ઞાતિના કોરોના મૃત્યુ પામેલા દિવગતોની આત્માની શાંતિ માટે ભાગવત કથા બેસાડવાની માનતા માની હતી અને જ્યાં સુધી આ માનતા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમણે દાઢી ન કરાવવાની બાધા રાખી હતી. હવે કથા બેસાડવાની માનતા પૂર્વ થતા કાનાભાઈએ કથા મંડપમાં જ દાઢી કરાવી માનતા પૂર્ણ કરી હતી.