મોદી હૈદરાબાદને હનુમાન ગઢ બનાવી દેશે કહી ઓવૈશીને આડેહાથ લીધા મોરબી : મોરબી કોરોના દિવંગતોના મોક્ષર્થે યોજાયેલ ભાગવત સપ્તાહમાં દરરોજ નવી - નવી વાતો સામે આવે છે ત્યારે ગઈકાલે યોજાયેલ ડાયરામાં કાનાભાઈને ધારાસભ્ય બનાવવા જ જોઈએ કહી કલાકાર બ્રિજદાન ગઢવીએ લોક લાગણીનો પડઘો પાડી અવેસુદીન ઓવૈસીને પણ અડેહાથ લીધા હતા. કોરોના દિવંગતોના મોક્ષર્થે કાંતિલાલ અમૃતિયાના યજમાન પદે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ગઈકાલે યોજાયેલ લોકડાયરામા જાણીતા લોકગાયક બ્રિજદાન ગઢવીએ સતા હોય કે ન હોય, પ્રજા માટે સતત દોડતા રહેતા લોકનાયક સમાન કાનાભાઈને આગામી ચૂંટણીમાં ધારાસભ્ય બનાવવા જોઈએ કહી પ્રજાજનો પાસે હાથ ઊંચા કરાવી માંગણી મજબૂત બનાવી હતી. આ તકે તેમને કાનાભાઈને 850 કિલોમીટર પદયાત્રા, કોરોના કાળના સેવા કાર્યને યાદ કર્યા હતા. આ ઉપરાંત એક તકે મોદી, યોગી કે બાદ આપકો કૌન બચાયેગા વાળા ઓવૈશીના નિવેદનને યાદ કરી કહ્યું હતું કે મોદીની તાકાત કમ ન સમજો ક્યારે હૈદરાબાદની હનુમાનગઢ કરી દેશે તેમ કહી હું નથી ભાજપમાં, નથી કોંગ્રેસમાં કે નથી આપમા પણ સાચું કહીશ એવું કહી વિવાદનો મધપૂડો છેડયો હતો.