ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ કર્યો વેગવંતો પ્રચાર : આજે 23 ગામોમાં કરશે જનસંપર્ક મોરબી : મોરબીમાં ભાજપ તરફથી લોકપ્રિય નેતા ગણાતા કાંતિલાલ અમૃતિયાને ઉમેદવાર તરીકે જાહેર કરતાની સાથે મોરબી બેઠક પર જાણે એકતરફી વાતાવરણ થઈ ગયું હોય તેમ બસ કાનાભાઈ - કાનાભાઈ થઈ રહ્યું છે. ત્યારે આજે શનિવારે કાંતિલાલ અમૃતિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર શરૂ કર્યો છે. જે દરમિયાન ગામો ગામ કાનાભાઇને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. કાંતિલાલએ મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજ સવારથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. જેમાં ગાળા, પંચવટી, વાઘપર, પીલુડી, કિશનગઢ, સોખડા, રામરાજ નગર, બહાદુર ગઢ, મધૂપુર, રામપર, જૂના નાગડવાસ, કૃષ્ણનગર, ગુગણ, દાદાનગર, રોટરી નગર, તારાપર - અમરનગર, શકિતનગર, રવાપર નદી, ભક્તિનગર, જૂના સાદુરકા, નવા સાદૂરકા, ભરતનગર અને લક્ષ્મીનગર ગામનો પ્રવાસ કરવામાં આવશે. આ ગામોમાં કાંતિભાઈ અમૃતિયાનું ઠેર ઠેર ગ્રામજનો દ્વારા લાગણીસભર સ્વાગત કરી તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. આ પ્રચાર અભિયાનમાં કાંતિલાલની સાથે તેમના સમર્થક આગેવાનોને ભાજપના અજય લોરિયા સહિતના આગેવાનો પણ જોડાયા છે. કાંતિલાલ તેમના પ્રવાસ દરમિયાન ગ્રામજનો સાથે ગામનાં ચોક કે રામજીમંદિરોમાં મિંટિંગો કરી રૂબરૂ સંવાદ કરીને તેમના તમામ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ 24 કલાક ઉપલબ્ધ હોવાની ખાતરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાંતિભાઈ 2017ની ચટણી હાર્યા બાદ સતત લોકોની વચ્ચે રહ્યા છે. તેમજ કોરોના હોય કે કોઈ પણ વિકિટ સ્થિતમાં તેઓ લોકોની પડખે ઉભા રહ્યા છે. તેમના મજબૂત લોકસંપર્કના કારણે તેમજ સેવાકીય પ્રવૃતિઓથી લોકોના દિલ જીતવામાં કાનાભાઈ સફળ રહ્યા છે. જેથી તેમને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જબરું લોકસમર્થન મળી રહ્યું છે.