સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ : ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ સુધી ધનારકને કારણે લગ્નકાર્યો વર્જિત મોરબી : આજથી સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ થતાની સાથે જ કમુરતાંની શરૂઆત થઇ છે. કમુરતાને કારણે એક મહિનો માટે લગ્નકાર્યો પર રોક લાગી ગઈ છે જેથી ૧૪ જાન્યુઆરી સુધી શુભકાર્યો અને લગ્નોત્સવ ઉપર એક મહિના માટે બ્રેક લાગશે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણવામાં આવે છે. આ સમયને કમુરતા કહેવામાં આવે છે. આ સમય લગભગ એક માસનો હોય છે. તેમાં લગ્ન, સગાઇ, મૂંડન, પ્રાણપ્રતિષ્ઠા, નવવધૂ પ્રવેશ, ગૃહ આરંભ, ગૃહપ્રવેશ, વ્રત આરંભ કે પારણા સહિતના શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના મતે ૧૫ ડિસેમ્બરના બુધવારના રોજ અખંડ-મત્સ્ય દ્વાદશી, સૂર્ય ધન-મૂળમાં પ્રવેશ સાથે ધનારક-કમુરતાં પ્રારંભ થયો છે. વધુમાં આગામી તા.૧૪ જાન્યુઆરીના રોજ બપોરે ૨.૩૦ વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થશે. તે દિવસે મકરસંક્રાંતિની ઉજવણી સાથે જ કમુરતાં પૂરા થશે. ધનારક અને મીનારકમાં લગ્નકાર્યો પર રોક લાગી જાય છે. હિન્દુ સમુદાયની પરંપરા પ્રમાણે કમૂરતામાં લગ્ન સહિતના શુભ કાર્યો વર્જીત માનવામાં આવે છે. જેને આધીન આ વર્ષે ૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી કમૂરતા રહેશે. ત્યાર બાદ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમૂરતા પૂરા થશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..