7 સપ્ટેમ્બર ને સોમવારના રોજ સવારથી આખો દિવસ ભાવિકો અલૌકિક દર્શનનો લાભ લઈ શકશે, ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણમોરબી : શિવભક્તો માટે દર્શનનો એક અનેરો લહાવો લઈને કલ્યાણેશ્વર મહાદેવ મંદિર દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મોરબી શહેરમાં જેલ રોડ પર આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 07/09/2026 ને સોમવારના રોજ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક આયોજન અંતર્ગત મંદિરમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વિશ્વનાથ, રામેશ્વરમ, નાગેશ્વર અને કેદારેશ્વર સહિતના પવિત્ર 12 જ્યોતિર્લિંગોના પ્રતિકરૂપ અદભુત દર્શન ઊભા કરવામાં આવશે. ભક્તો 7 સપ્ટેમ્બરના રોજ સવારથી લઈને આખો દિવસ આ અલૌકિક દર્શનનો લાભ લઈ શકશે.કલ્યાણેશ્વર મહાદેવ મંદિર દ્વારા મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને શિવભક્તિના આ પવિત્ર અવસરે રૂબરૂ પધારીને જ્યોતિર્લિંગ દર્શનનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #JyotirlingDarshan #MahadevTemple #KalyaneshwarMahadev #MorbiReligiousEvent #ShivDarshan