મોરબી :કાલીકાનગર પ્રાથમિક શાળાની ધોરણ 5ની વિદ્યાર્થીની હેતવી જયેશભાઈ ચાવડા દ્વારા ઉમદા અને સરાહનીય કાર્ય કર્યું છે. હેતવીએ આજે શાળામાં એક ગલગોટાના છોડનું કુંડામાં વાવેતર કરી શાળાને ભેટ સ્વરૂપે આ છોડનું અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આ છોડનું જતન પણ પોતે જ કરશે તેવો સંકલ્પ પણ કર્યો હતો. આવા ફૂલછોડથી જ શાળા સ્વર્ગ જેવી રળિયામણી બને છે અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જીવંત બને છે તેવો ભાવ પ્રકટ કર્યો હતો. હેતવીની આવી સરાહનીય પ્રવૃતિ બદલ શાળા પરિવાર દ્વારા તેમનું વિશેષ સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું અને શાળાના તમામ બાળકોએ પણ શાળાને આવો કોઈ એક છોડ ભેટ સ્વરૂપે અર્પણ કરવાનો સંકલ્પ કરી શાળાને સ્વર્ગ જેવી રળિયામણી બનાવવાનો સંકલ્પ કર્યો.