મોરબી : આવતી કાલે તારીખ 9 ઓક્ટોબર ને બુધવારના રોજ રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી કાલીકા પ્લોટ ફીડર અને જેલ રોડ ફીડર સવારે 7-30 વાગ્યા થી બપોરના 2-30 વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે બંધ રહેશે.જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન 12,13,14,15 વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકી-વાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.