કામ ધંધો ન કરતા શખ્સે પિતાના ઘેર જઈ ઘમાલ કરી પતાવી દેવાની ધમકી આપીમોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે માતાપિતાને સેવા કરવાને બદલે રૂપિયા માંગી માતાને ગાળો આપી પિતાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપતા બનવા મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા માકઈબેન મેઘાભા જુવા ઉ.50 નામના મહિલાએ પોતાના પુત્ર અજિત મેઘાભા ગઢવી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે તેઓ, તેમના દીકરી રંજનબેન તેમજ પતિ મેઘાભા ઘેર હતા ત્યારે કઈ કામ ધંધો ન કરો તેમનો પુત્ર અજિત ઘેર આવ્યો હતો અને પૈસા માંગતા માકઈબેને પૈસા આપવાની ના પાડી હતી.વધુમા પૈસા આપવાની ના પાડતા કપાતર પુત્રએ માતા અને બહેનને ગાળો આપવા લાગતા અજિતના પિતા મેઘાભાએ ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા અજિતે પિતા મેઘાભાને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને માકઈબેન તેમજ આડોશી પાડોશીઓએ મેઘાભાને બચાવતા આરોપી અજિતે પિતાને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ ગંભીર બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કપાતર પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.