દાદીમાને ગાળો નહિ આપવાનું કહેતા જ ભાઈ નો ગુસ્સો સાતમા આસમાને હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં હળાહળ કળિયુગની પ્રતીતિ કરાવતા કિસ્સામાં દાદીને ગાળો આપતા ભાઈને ગાળો નહિ આપવાનું સમજાવનાર ભાઈ ઉપર સગાભાઈએ છરીના ઘા ઝીકી વચ્ચે પડનાર દાદાને પણ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા ફરિયાદી કલ્પેશભાઇ હસમુખભાઇ પરમારના ભાઈ અશ્વિનભાઇ હસમુખભાઇ પરમાર દાદીને ગાળો આપતો હોય જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા અશ્વિનભાઇએ ગાળો આપી કલ્પેશને છરી વડે મોઢાના ભાગે નાક ઉપર તથા હોઠના ઉપરના ભાગે ગંભીર ઇજા કરી હતી. વધુમાં આ બનાવમાં બન્ને ભાઈઓને વચ્ચે છોડાવવા પડેલા દાદા ગાંડુભાઇને પણ અશ્વિનભાઈએ ધક્કો મારી પછાડી દેતા આ મામલે ફરિયાદી કલ્પેશભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.