મોરબી : સાર્વજનિક કાલી પૂજા કમિટી ગ્રુપ (શ્યામા કાલીપૂજા કમિટી મેમ્બર્સ ગ્રુપ) દ્વારા મોરબીના દરબારગઢ ચોકમાં તારીખ 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાર દિવસીય કાલીપૂજાનું મહા ઉત્સવનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવશે.ચાર દિવસ ચાલનાર આ મહાકાલી ઉત્સવમાં સ્થાપના, મા કાલીપૂજા અર્ચના, ચંડી પાઠ, પુષ્પાજંલી, મહા આરતી, ખીચડી મહા પ્રસાદ, મયાર ચંડીથ, અન્ન પ્રસાદ, ઢોલ, મહાઆરતી અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે અને તારીખ 15 નવેમ્બરના રોજ સાંજે 5 કલાકે કાલીપૂજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે. દરરોજ બપોરે 12 થી 1 વાગ્યા પછી આરતી અને રાત્રે 9 વાગ્યા પછી મહાઆરતી થશે. મહાઆરતી પછી ખીચડી પ્રસાદનું પણ આયોજન કરાયું છે.મુખ્ય કમિટી મેમ્બર્સ નિર્મલભાઈ, લાલુદાસભાઈ, દિપકભાઈ, અશોકભાઈ, સદાનંદભાઈ, બાબુભાઈ, સોમનાથભાઈ, દિલુભાઈ, ભોલાભાઈ અને તમામ મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું જાજરમાન અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મા કાલીની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવી છે. આ શુભ અવસરનો લાભ લેવા મોરબીની તમામ જાહેર જનતાને ભાવભર્યુ અને હદય પૂર્વક આમંત્રણ તમામ કમીટી મેમ્બર્સ અને આયોજક તરફથી પાઠવવામાં આવ્યું છે. કાલી પૂજાને લગતી વધારે માહિતી માટે અને કોઈપણ વિગત માટે મોહિતભાઈ રાવલનો મોબાઈલ નં.૭૯૯૦૨૧૫૦૯૯ પર સંપર્ક કરવો.