મોરબી : મોરબીમાં 15 ઓગસ્ટ પહેલા મારી માટી મારો દેશ અંતર્ગત ગામે ગામ કાર્યક્રમો યોજાયા હતા અને ગામે ગામથી માટી એકત્ર કરી તાલુકા કક્ષાએ કળશમાં રાખવામાં આવી હતી. આથી તાલુકા કક્ષાની કળશ યાત્રા યોજાઈ હતી.મોરબીમાં તાલુકા કક્ષાની મારી માટી મારો દેશ હેઠળ કળશ યાત્રા તાલુકા પંચાયત કચેરીએથી નીકળી મણીમંદિર તાલુકા શાળા પાસે પહોંચી હતી. આ કળશ યાત્રામાં ટીડીઓ બી. એચ.કોટક તથા તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારી માટી મારો દેશ અંતર્ગત કળશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તકે સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામે ગામેથી એકઠી કરેલી માટીનો કળશ રાષ્ટીય કક્ષાએ પહોંચાડાશે.