યાત્રા વિવિધ વોર્ડમાં ફરશે, લોકો કળશમાં માટી અર્પણ કરશેમોરબી : સરકારના મેરા દેશ મેરી મિટ્ટી કાર્યક્રમ અંતર્ગત કાલે શનિવારે નગરપાલિકા વિસ્તારમાં કળશ યાત્રા યોજાનાર છે. સવારે 9: 30 કલાકે નગરપાલિકાથી પ્રસ્થાન થઈ વિવિધ વિસ્તારમાં ફરશે. જેમાં લોકો કળશમાં માટી અર્પણ કરશે. આ યાત્રા નગરપાલિકાથી પ્રસ્થાન થઈ 10:30 કલાકે ત્રિલોક ધામ મંદિર, 11:00 કલાકે રણછોડનગરથી આંબેડકરનગર- વીસીપરા, 11:30 કલાકે મહારાણા સર્કલ, 12:00 કલાકે નટરાજ ફાટકથી જિલ્લા સેવાસદન-સોરડી રામદેવપીરના મંદિર સુધી, 12:30 કલાકે દરબારગઢથી નગર દરવાજા સુધી, 1 કલાકે જુના મહાજન ચોકથી મહેન્દ્રપરા જુના બસ સ્ટેન્ડ સુધી, 1:30 કલાકે સાવસર પ્લોટથી કાલિકા પ્લોટ સુધી, 2:00 કાયાજી પ્લોટથી સરદાર બાગ સુધી, 2:30 કલાકે નવા બસ સ્ટેન્ડથી સરદાર સ્ટેચ્યુ સુધી, 3:00 કલાકે રવાપર ચોકડી સુધી, 3:30 કલાકે ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ, 4 કલાકે હાઉસિંગ બોર્ડથી એવન્યુ પાર્ક, 4:30 કલાકે જેલ રોડ ગ્રાઉન્ડ શિવાજીના સ્ટેચ્યુ સુધી યાત્રા યોજાશે.