હળવદ : હળવદ પંથકમાં ખનીજચોરી કરી આડેધડ પુરપાટ ઝડપે દોડતા કાળમુખા ડમ્પર ચાલકો હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે ગઈકાલે નવા અમરાપર થી હળવદ જવાના રોડ પર મેલડીમાના મંદિર નજીક GJ-13-AW-2297 નંબરના ડમ્પર ચાલકે GJ-36-W-0925 નંબરની સીએનજી રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક સંતોષભાઇ હીરાભાઇ કણઝરીયા,રહે-હાલ મહેન્દ્રનગર, ધર્મમંગલ સોસાયટી,મોરબી. મુળ રહે-નવા અમરાપર વાળાને આંખ તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી કાળમુખો ડમ્પર ચાલક નાસી જતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.