મોરબી : તાજેતરમાં હળવદ મુકામે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૧૮ યોજાયો હતો. જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સિદ્ધિઓ મેળવી હતી. આ કલાઉત્સવમાં ધોરણ - ૧૧ ની વિદ્યાર્થીની જોરા મમતાએ ચિત્રસ્પર્ધા માં તૃતીય નંબર મેળવેલ હતો જ્યારે ધોરણ ૧૨માં ભણતા ઝાલરીયા દેવાંગે કવિતા લેખન સ્પર્ધામાં તૃતીય નંબર મેળવેલ હતો. કલા ઉત્સવમાં શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર વતી બંને વિજેતાઓને ખુબ-ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, ઉલ્લેખનીય છે કે આ પહેલા SVS કક્ષાએ યોજાયેલ કાર્યક્રમ માં શાળાના 4 વિદ્યાર્થીઓ એ પ્રથમ ક્રમ મેળવ્યા હતાં. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36889,36888,36890']