મોરબી : મોરબીમા હાલ લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને સરકાર તેમજ સેવાભાવી સંસ્થાઓ તરફથી જીવન જરૂરી ચીજ-વસ્તુઓનો પુરવઠો મળી રહે છે. જો કે નિઃસહાય અને નિરાધાર પશુઓના ઘાસચારા માટે કોઈ ખાસ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી આવા પશુઓની હાલત કફોડી બની છે ત્યારે મોરબીના અમુક યુવા વેપારીઓ આ માટે આગળ આવ્યા છે. કૈલાસ ગ્રુપના યુવા વેપારી બલરામસિંહ સેંગર ( કૈલાસ પાવર ટુલ્સ) અને સુભાષસિંહ તોમર ( કૈલાસ ટ્રેડર્સ) દ્વારા મોરબી શહેરમાં જ્યાં ગાયમાતા વિચરે છે તેવા વિસ્તારોમાં ઘાસચારાની સેવા કરવામાં આવી રહી છે. જ્યાં સુધી પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી ઘાસચારો પહોંચાડવાની આ સેવા અવિરત ચાલુ રહેશે. મોરબી શહેરમા જે કોઈ પણ વિસ્તારમા રખડતી ગાયો માટે ઘાસચારો ના મળ્યો હોય તો ઘાસચારો મેળવવા માટે મો.નં. 77779 66148, 97122 22922 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.