બાળકો માટે રમતોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશેમોરબી : મોરબી શહેર કૈલા પરિવાર ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું તા. ૨૯ને રવિવારના રોજ ભરતવન ફાર્મ, ભરતનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોની રમત ગમત બપોરે ૨:૦૦ થી ૪:૦૦ પરિવાર આશીર્વચન બપોરે ૪:૦૦ થી ૪:૩૦, તેજસ્વીતા સન્માન સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાસ ગરબા સાંજે ૫:૩૦ થી ૬:૩૦ ત્યારબાદ ભોજન સમારોહ યોજાશે.તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ધો. ૧ થી ૫માં ૯૦%, ધો.૬ થી ૮માં ૮૫% તથા ધો.૯ થી ૧૨માં ૭૫%થી વધુ હોય તેવા વિદ્યાર્થીની વર્ષ ૨૦૨૪ની વાર્ષિક પરિક્ષાની વિગત તા. ૨૦-૧૨-૨૦૨૪ સુધી માં આ નંબર : ૮૮૬૬૬ ૩૦૯૩૭, ૯૮૨૫૧ ૯૬૪૭૦ માં વોસ્ટઅપ કરવાની રહેશે. વધુ વિગત માટે દિનેશભાઈ - ૯૭૩૭૫ ૦૨૨૨૨ / ભાવેશભાઈ (માસ્તર)- ૮૮૬૬૬ ૩૦૯૩૭ / અમિતભાઈ - ૯૯૭૪૪ ૨૨૨૦૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.