મોરબી : મોરબી શહેરના કૈલા પરિવારના સ્નેહમિલન અને વાર્ષિક સમારોહનું તા. 25ને સોમવારના રોજ મહેન્દ્રનગર ખાતે આવેલ રામવાડીમાં આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બપોરે 2થી 4 કલાકે બાળકોની રમત-ગમત, બપોરે 4થી 4:30 પરિવાર આશીર્વચન, સાંજે 4:30થી 5:30 તેજસ્વી સન્માન, સાંજે 5:30થી 6:30 રાસ ગરબા અને ત્યારબાદ સ્વરૂચી ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે દિનેશભાઇ 9737502222 અથવા અમિતભાઇ 9974422200નો સંપર્ક કરવા જણાવાયું છે.