મોરબી : ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ કીડીયારું પુરીને કડીવાર બંધુઓ દ્રારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કડીવાર બંધુઓ દ્વારા દરેક પ્રસંગે કીડીયારુંની સેવા આપવામાં આવે છે.ત્યારે આજે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટવામાં આવ્યા હતા. જેથી 51000 જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે.