મોરબી : આજે તારીખ ૧૧/૦૪/૨૦૨૦ ના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ નિમિતે સ્વયમ્ સૈનિક દળ દ્રારા મોરબી જીલ્લામા વિડીયો કોન્ફ્રન્સનાં માધ્યમથી જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષની વાત કરી મહામાનવને સલામી આપી હતી. અને મહાનાયકને યાદ કરી સન્માન આપ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાતના તમામ જીલ્લામા લોકડાઉનનુ પાલન કરી ઘર બેઠા વિડિઓ કોન્ફ્રન્સથી ઉજવવામાં આવ્યો હતો.