13 થી 18 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યાત્રા પરિભ્રમણ કરશેમોરબી : શાંતિકુંજ હરિદ્વારથી પ્રસ્થાન થયેલી અને સોમનાથ સુધી પહોંચનારી વેદમાતા ગાયત્રીની જ્યોતિ કળશ યાત્રાનું આજે મોરબી જિલ્લામાં આગમન થયું છે. આ તકે મોરબીવાસીઓ દ્વારા જ્યોતિકળશ યાત્રાનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સવારે 9 કલાકે જ્યોતિ કળશ યાત્રાનું નવી પીપળી ખાતે આગમન થયું હતું. જ્યાં લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આજે તારીખ 13 ઓક્ટોબર 2025ના રોજ શાંતિકુંજ હરિદ્વારથી પ્રસ્થાન થયેલી વેદમાતા ગાયત્રીની જ્યોતિ કળશ યાત્રા સવારે 9 કલાકે નવી પીપળી ખાતે પહોંચી હતી. ત્યારબાદ આ યાત્રા આજે રંગપર/વિરાટનગર, શાપર, જેતપર, વેજલપર, કુંભારીયા અને વેણાસરમાં ફરશે. ત્યારબાદ આવતીકાલે તારીખ 14 ઓક્ટોબરના રોજ આ યાત્રા અણીયારી, પીલુડી, વાઘપર, ગુંગણ, ભરતનગર અને સરવડમાં ફરશે. 15 ઓક્ટોબરના રોજ સોનગઢ, મોટીબરાર, જસાપર, ભાવપર, ચમનપર અને વવાણીયામાં ભ્રમણ કરશે. 16 ઓક્ટોબરના રોજ લક્ષ્મીવાસ, ખાખરાડા, ઉમા ટાઉનશિપ (સામાકાંઠે, મોરબી), જન કલ્યાણ શિવ મંદિર (લાલબાગની પાછળ), વિદ્યુતનગર, મહેન્દ્રનગર ગામ અને ધાવડી વિસ્તારમાં ફરશે. 17 ઓક્ટોબરના રોજ ગોપાલ સોસાયટી, નટવર પાર્ક, વૃંદાવન, હાઉસિંગ રામજી મંદિર, નિલકંઠ મહાદેવ (નિલકંઠ સોસાયટી), ફ્લોરા અક્ષર સિટી ડી માર્ટની બાજુમાં, સો-ઓરડી/વરિયા પ્રજાપતિ સુધી ફરશે. 18 ઓક્ટોબરના રોજ ઘુનડા, સજનપર, રાતી દેવડી, ગાયત્રી મંદિર (વાંકાનેર) જશે. આમ તારીખ 13 થી 18 ઓક્ટોબર સુધી જ્યોતિ કળશ યાત્રા મોરબી જિલ્લાના વિવિધ સ્થળોએ પરિભ્રમણ કરશે.