મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક કન્યા છાત્રાલય તરફ જવાના રસ્તે કાર ચાલકે જયુપીટર મોટર સાયકલ લઈ કોલેજ જઈ રહેલી યુવતીને હડફેટે લેતા યુવતીને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માધાપર વાડી વિસ્તારમાં કપોરી પ્રાથમીક શાળાની બાજુમા રહેતા શીલ્પાબેન દીનેશભાઇ ડાભી પોતાનું જયુપીટર લઈ કોલેજ જતા હતા ત્યારે દલવાડી સર્કલથી નજીક કન્યા છાત્રાલય તરફ જતા રસ્તા નજીક જીજે-3-એફડી 8032 નંબરની કારના ચાલક ભાવેશભાઇ પરમારે અકસ્માત સર્જી શિલ્પાબેનને હડફેટે લેતા પગ, માથામાં ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે શિલ્પાબેન ડાભીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.