મોરબી : રાજકોટની ડ્રિમ કલબમાં સતનામ પ્લેસમેન્ટ અને ટાર્ગેટ ઇવેન્ટ દ્વારા સ્ટાર એવોર્ડ 2024 સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જુનિયર મોડેલ દેવાંશ સોનગ્રાને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. દેવાંશ નર્સરીમાં ડોલ્સ એન્ડ ડુડ્સ સ્કૂલમાં ભણે છે. દેવાંશને આ એવોર્ડ મળતા તેના પરિવારે જાનવી ઈસરાનીનો આભાર વ્યક્ત કર્યો છે.