મોરબી : મોરબી બજાર સમિતિના ઇન્સ્પેક્ટર કોરોના સામેનો જંગ હારી જતા પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. આજે તેમની શોકસભામાં અગ્રણીઓએ હાજરી આપી હતી. મોરબી બજાર સમિતિ મોરબીના ઇન્સ્પેક્ટર યોગેશભાઈ અમરસિંહભાઈ મેરજા ગઈકાલે ત્રણ ત્રણ મહિના કોરોના સામે જંગ લડ્યા બાદ અંતે હથિયાર હેઠા મૂકી આ સ્વાર્થની દુનિયાને છોડી ગયા હતા. તેમને ગત તા. 12-04-2021 ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મોરબીથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ ખૂબ લાંબા સમય હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા બાદ ગઇકાલે તેમનું અવસાન થયું હતું. આજે સદગત યોગેશભાઈ મેરજાની શોકસભા યોજાઇ હતી. જેમાં મોરબી બજાર સમિતિના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા સહિતના હોદેદારો અને કર્મચારીઓએ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..