મોરબી : ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. 8 અને 15 જૂન, 2024 ના રોજ પોરબંદરથી ઊપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ, તેના નિર્ધારિત રૂટ મારવાડ-અજમેર-ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા મારવાડ-જોધપુર-મેડતારોડ-ડેગાના-રતનગઢ-ચુરુ-લોહારુ-રેવાડી થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બ્યાવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, જયપુર, બાંદિકુઈ, અલવર અને ખૈરથલનો સમાવેશ થાય છે.