દ્વારકા: દેવભૂમિ દ્વારકાના નંદાણા ખાતે આવેલ G.M.D.C હાઈસ્કૂલ ખાતે ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢની આલ્ફા સંકુલમાં અભ્યાસ કરતી દીકરી રાણા બંસીબા દિવ્યરાજસિંહએ પોતાની શાનદાર રમતનું પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બંસીબાની આ ઝળહળતી સફળતા બદલ રાણા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિદ્ધિ બદલ ફેન્સીંગ કોચ અનુપ ચૌધરી અને ટ્રેનર મનીષ ડાભી તેમજ પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.