સિટી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ પાસે રહેતા શખ્સની અટકાયત કરી મોરબી અપડેટ : મોરબીમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી અવારનવાર વિદેશી દારૂના ગુના આચરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વારંવાર પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપી હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા (ઉ.વ. 31, રહે. શનાળા બાયપાસ, જી.ઈ.બી. સામે, તુલસીપાર્ક, મોરબી) ની પાસા (PASA) હેઠળ અટકાયત કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા પાસા દરખાસ્તને મંજૂરી અપાતા પાસા વોરંટ ઈસ્યુ કરાયું હતું. જેથી પોલીસે આરોપી હિન્દુભાઈ મોહનભાઈની પાસા હેઠળ અટકાયત કરી તેને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વાય. બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. સી. ગોહિલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #MorbiPolice #PASACriminal #BootleggerDetained #CrimeNews #Prohibition #MorbiNews #Morbi