સૌથી વધુ તલ તથા સૌથી ઓછી મગફળી(ઝીણી)ની આવક : તલનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.4 જુલાઈના રોજ સૌથી વધુ તલ તથા સૌથી ઓછી મગફળી(ઝીણી)ની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ તલનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.407અને ઊંચો ભાવ રૂ.493, તલની 220 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1950 અને ઊંચો ભાવ રૂ. 2280,જીરુંની 35 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2540 અને ઊંચો ભાવ રૂ.3970,મગફળી (ઝીણી)ની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ. 1180,જુવારની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.492 અને ઊંચો ભાવ રૂ.664,મગની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1101 અને ઊંચો ભાવ રૂ1181, ચણાની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.750 અને ઊંચો ભાવ રૂ.830,ગુવાર બીની 32 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.780 અને ઊંચો ભાવ રૂ.976 ,કાળા તલની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.180 અને ઊંચો ભાવ રૂ. 2290,રાયડોની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1114 અને ઊંચો ભાવ રૂ. 1157 રહ્યો હતો.