અડધો કલાકથી સારો વરસાદ પડતાં ગરમીમાં રાહતમોરબી : મોરબી શહેરમાં થોડા દિવસથી અસહ્ય બફારાની વચ્ચે માત્ર વરસાદી ઝાપટાં પડી રહ્યા હતા. તેવામાં આજે ગુરુવારે સાંજે મેઘરાજા મહેરબાન થયા હતાં અને અડધી કલાકથી સારો વરસાદ પડતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.મોરબી શહેરમાં આજે 18 જુલાઈ ગુરુવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં ધીમીધારે બાદમાં સારો વરસાદ પડ્યો હતો જોકે મોરબી 1માં 30 મિનિટથી સારો વરસાદ પડ્યો હતો. મોરબીમાં સારા વરસાદના પગેલ ફરીથી શહેરમાં મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમા પાણી ભરાયાં હતાં. જેના કારણે અમુક વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે અસહ્ય બફારા અને ગરમીની વચ્ચે અડધી કલાકની મેઘરાજાની મહેરબાનીથી ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી.