નેશનલ મેડીકલ કમીશન, મેડીકલ એસેસ્મેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ દ્વારા ૧૦૦ એમ.બી.બી.એસ. સીટની મેડીકલ કોલેજની શરૂ કરવા લીલીઝંડી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજાની રજુઆત ફળી મોરબી : અંતે મોરબી જીલ્લાને ૧૦૦ એમ.બી.બી.એસ. સીટની સરકારી મેડીકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી મળી છે. નેશનલ મેડીકલ કમીશન, મેડીકલ એસેસ્મેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ દ્વારા ૧૦૦ એમ.બી.બી.એસ. સીટની મેડીકલ કોલેજની શરૂ કરવા લીલીઝંડી આપતા વર્ષ 2022 - 23ના શૈક્ષણિક સત્રથી જ મેડિકલ કોલેજ શરૂ થશે. મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને મળી મોરબી જીલ્લાને સરકારી મેડીકલ કોલેજ મળે તે અંગે રજઆતો કરેલ હતી. જેના ભાગરૂપે તારીખ 17 ઓગષ્ટ 2022 ના રોજ નેશનલ મેડીકલ કમીશન, મેડીકલ એસેસ્મેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ (M.A.R.B.) દ્વારા 100 એમ.બી.બી.એસ. સીટોની સરકારી મેડીકલ કોલેજની શરૂ કરવા માટેની મંજુરી આપવામાં આવેલ છે. અગાઉ કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ અંગે મોરબી જીલ્લાની પ્રજાને ગુમરાહ કરવાના પ્રયત્નો કરવામાં આવેલ હતા. તેને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા તે સમયે આ કૃત્યની ઘોર આલોચના કરી હતી અને સરકાર પાસેથી પુર્ણ ખાતરી લઈ અગાઉ મોરબી જીલ્લામાં જે કોલેજ મંજુર થઈ હતી એ જ પ્રમાણે રહેશે. કોઈપણ જાતનો એમાં બદલાવ કરવામાં આવશે નહિ તેવી ખાતરી લીધેલ હતી, જેના ફળ સ્વરૂપે મોરબી જીલ્લાને સરકારી મેડીકલ કોલેજ શરૂ કરવાની મંજુરી મળી ગયેલ છે. સરકારના આ નિર્ણયને આવકારી મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોરબી જીલ્લાની પ્રજાને સરકારની સુશાસનની સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરકારી ધોરણે મળી રહે તે માટે હરહંમેશ સંકલ્પિત છે અને સદાય સંકલ્પિત રહેશે તેવું જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવેલ છે. મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋક્ષિકેશભાઈ પટેલનો મોરબી જીલ્લા ભાજપ પરીવાર તથા સમગ્ર મોરબી જીલ્લાની પ્રજા વત્તી આભાર વ્યકત કર્યો છે.