સફાઈકર્મીઓના કવરેજનો વિડીયો બળજબરીથી ડીલીટ કરી ઢીકા પાટુનો માર માર્યો હોવાનો આરોપમોરબી : વાંકાનેરમાં સફાઈ કર્મીઓના પ્રશ્નોનું કવરેજ કરી રહેલા પત્રકાર ઉપર ધારાસભ્ય જીતુ સોમાણી તેમજ તેમના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો પત્રકાર ભાટી એન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે વાંકાનેરના પત્રકાર ભાટી એન દ્વારા જણાવ્યું કે આજે સફાઈ કર્મીઓના પ્રશ્ને તેઓને બોલાવવામાં આવ્યા હતા. જેથી તેઓ સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગેનું કવરેજ કરી રહ્યા હતા. આ વેળાએ ધારાસભ્ય જીતુ સોમાણી તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અહીં આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય જીતુ સોમાણીએ સફાઈ કર્મીઓ સાથે વાતો કરી રહ્યા હતા. જેનું હું વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે ધારાસભ્ય જીતુ સોમાણીએ એવું કહ્યું કે તને મારો ઇતિહાસ ખબર છે ને ? બાદમાં બળજબરીથી વિડીયો ડીલીટ કરી ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હોવાનું અને પોતે હાલ દવાખાને સારવાર માટે દાખલ હોવાનું જણાવ્યું હતું.