રાજપર ગામના યુવા ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, અદેપર અને નારાણકા ગ્રામ પંચાયત તેમજ મોરબી ફિલર એસોસિએશને જયસુખ પટેલને સમર્થન આપ્યું મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં પકડાયેલા ઓરવા કંપનીના માલિક જયસુખ પટેલને ઠેરઠેર સમર્થન મળી રહ્યું છે. ત્યારે મોરબીના રાજપર ગામના યુવા ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન,અદેપર અને નારાણકા ગ્રામ પંચાયત તેમજ મોરબી ફિલર એસોસિએશને જયસુખ પટેલને સમર્થન આપ્યું છે અને ઝૂલતાપૂલ દુર્ઘટનાનું સૌને દુઃખ છે પણ સેવાના ઉદ્દેશ્ય સાથે કામ કરનાર ઓરવા કંપનીના જયસુખ પટેલને દોષિત ઠેરવવા યોગ્ય ન ગણાય હોવાનું જણાવ્યું છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે સૌપ્રથમ રાજપર યુવા રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન તરફથી પ્રાર્થનાં કરવામાં આવે છે તથા જણાવવામાં આવે છે કે, ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલ સર્વે મૃતાત્માઓને પરમાત્મા આ જીવ જયાં હોય ત્યાં સુખ શાંતિ અને સમાધાનને પામે તથા તેમની પરિક્રમા મોક્ષાનુંગામી બની રહે તેવી પ્રાર્થના. વિશેષ જણાવવાનું કે હાલ મોરબીનાં ભામાશા તથા સમાજ સેવી પિરવારનાં જયસુખભાઈ પટેલને આ દુર્ઘટનામાં અમુક મિડિયા અને સ્વાર્થી લોકો પોતાનાં સ્વાર્થ ખાતર જયસુખભાઈને દોષિત ઠેરવે છે તો જણાવવાનું કે, આ ઝુલતો પુલ ૨૦ થી ૭૦ લોકોને આ કાંઠે થી સામેનાં કાંઠે જવા માટે ના હેતુ માટે બનાવેલ અને જયારે આ દુર્ઘટના બની ત્યારે રજાનાં દિવસો હોવાથી સરકારી ઓફિસોમાં રજા હોવાથી પુરતુ ધ્યાન ન દઈ શકવાથી ૪૦૦ જેટલા માણસો પુલ ઉપર રહેવાથી અને પુલ ઉપર અમુક અસામાજિક તોફાની તત્વોએ પુલને વચ્ચે જઈને હિલોળે ચડાવતાં દુર્ઘટના ઘટેલ, બાકી આ પુલ ને ૧૦૦ વર્ષ સુધી કાંઈ ન થાત તો આવા અકસ્માતમાં જે વ્યકિતએ માત્ર સેવાની ભાવનાંથી ખર્ચ કરેલ હોય, જેમાં પોતાનો કોઈ સ્વાર્થ ન હોવા છતાં વિચાર્યા વિનાં જે લોકો દોષિત ઠેરવવાની કોશીષ કરે છે તેમનાં વિરુધ્ધમાં અમારૂ ફાઉન્ડેશન જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરે છે. મોરબીની અદેપર ગ્રામપંચાયત પણ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી છે અને જણાવ્યું છે કે, મોરબીમાં ત્રણ મહિના અગાઉ બનેલ પુલ દુર્ઘટનામાં ઘણા લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા બાદ ત્રણ મહિના સુધી આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો બાદ કોર્ટમાં પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલએ સરેન્ડર કર્યું હતું. બાદ હાલ તેમના રિમાન્ડ ચાલી રહ્યા છે.ત્યારે મોરબીની જનતા અને ઘણી બધી સંસ્થાઓ જયસુખભાઈ ના સમર્થનમાં આવી છે. ત્યારે અદેપર ગ્રામપંચાયત પણ તેમના સપોર્ટમાં આવી છે. ત્યારે અદેપર ગ્રામ પંચાયત એ જણાવ્યું હતું કે જયસુખભાઈ પટેલના પિતા ઓ.આર.પટેલ એ મોરબી માટે ઘણા બધા સેવાકીય કર્યો કરતા છે અને તેમને પોતાનુ આખું જીવન મોરબીના લોકોની સેવામાં વ્યતિત કર્યું છે. ત્યારે તેમના દીકરા જયસુખભાઈ પટેલ એ પણ તેમનું જીવન સેવાકીય કાર્યોમાં વ્યતિત કર્યું છે. ત્યારે જયસુખભાઈ પટેલ ૧૦-૧૫ રૂપિયાની ટિકિટમાં કઈ ખોટું કરી સકે ત્યારે જયસુખભાઈ પટેલ ને અદેપર ગ્રામપંચાયત એ ખુલ્લું સમર્થન આપ્યું છે. મોરબીની નારણકા ગ્રામ પંચાયતે પણ જયસુખ પટેલને સમર્થન આપ્યું છે અને સેવાના ઉદ્દેશ્ય સાથે કામ કરનાર આ વ્યક્તિને એકમાત્ર ટાર્ગેટ ન કરવા અને તેમને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. જ્યારે મોરબી ફિલર એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ શેરસિયા અને ઉપપ્રમુખ રાજુભાઇ વામજાએ પણ જયસુખ પટેલને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ઝૂલતાપૂલની દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સૌને સહાનુભૂતિ છે. ત્યારે ઓરવા ગ્રુપના જયસુખ પટેલ સર્વ સમાજના અગ્રગણ્ય સામાજિક આગેવાન છે. ઝૂલતાપૂલનું તેઓએ સામાજિક જવાબદારીના ભાગરૂપે કર્યું હતું. પૈસા કમાવા માટે નહીં અને સેવાના ઉદ્દેશ્ય સાથે આ પુલનું કામ કર્યું હોય ત્યારે તેમાંથી ટિકટ દરના તો મામલી રકમથી પુલના કામમાં થયેલો ખર્ચો પણ ન નીકળે, આથી તેઓ સારી ભાવના સાથે કામ કર્યું હોવાથી તેઓને ખુલ્લું સમર્થન આપ્યું છે.