કેમ્પમાં કુલ 217 જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધોહળવદ : મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર(રણ) દ્વારા તા.25-2-2025નાં રોજ જોગડ પ્રાથમિક શાળા પાસે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને દર્દીઓ માટે બીપીની તપાસ, સુગરની તપાસ, પ્રસુતિની તપાસ,મલેરીયાની તપાસ, હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં 217 જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ફિઝિશિયન ડોકટરોની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચીંતન દોશી, એમ.એચ.યુ. મેડિકલ ઓફિસર ડો. જેનીશ ઝાલરિયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજવંતીકા હઠીલા એમ.પી.એચ.એસ સચિનભાઈ પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડો. પીયુષ રાવલ,એમ.પી.એચ.ડબલ્યુ વિપુલભાઈ જોષી અને સંકેતભાઈ કાવર તથા આશા બહેન અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.