મોરબી : જોધપર (નદી ) ગામના રહેવાસી રાજપરા કાવ્ય કમલેશભાઈ જે OSEM સ્કૂલમાં રહીને ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે. હાલ ઇન્ડિયા લેવલની JEE મેઈન એક્ઝામ લેવાઇ હતી. આ પરીક્ષા ખૂબ જ કઠિન ગણાય છે. આ પરીક્ષામાં કાવ્યએ 99.61 PR મેળવીને માતા- પિતા, સ્કૂલ, ગામ અને મોરબી જિલ્લાનું નામ રોશન કરેલ છે. જે બદલ તેમના પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.