મોરબી : મોરબીના જીવાણી પરિવારના મોભી સ્વ. અજાભાઈ નારણભાઈ જીવાણીના શ્રાધ્ધ નિમિતે ભાદરવા વદ અમાસ સર્વપિતૃ અમાસના દીવસે તેમના પરિવારજનો સુંદરજીભાઈ પ્રાગજીભાઈ જીવાણી, જયભાઈ, કૃણાલભાઈ, કુલદીપભાઈ, રોનકભાઈ સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.આ તકે સદગતના પરિવારજનોએ તેમના હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.