પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટનો બનાવ હોય એવું લાગતું નથી પણ તપાસ ચાલુ છે : પી.આઈમોરબી : મોરબીના જીવાપર ગામે દિવ્યાંગ વેપારીને આંતરી પાંચ શખ્સોએ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી. પરંતુ તાલુકા પી.આઈએ પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટનો બનાવ ન લાગતો હોય આ અંગેની તપાસમાં જ સત્ય બહાર આવશે તેવું જણાવ્યું છે.મોરબીના આમરણ ગામ પાસે વશરામ રામજી સન્સ એન્ડ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા દિવ્યાંગ વેપારી રાજેશભાઈ ખીમજીભાઈ ચગ રાત્રીના સમયે દુકાન બંધ કરી તેમના જુના ડાયમંડનગર ગામે આવેલા ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે જીવાપર પાસે રસ્તામાં બે બાઇકમાં ઘસી આવેલા પાંચ શખ્સોએ દિવ્યાંગ વેપારીને આતરી બંદૂક જેવું હથિયાર બતાવી 10થી 12 હજારમી રોકડ ભરેલો થેલો ઝૂંટવી ધક્કો મારીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે તાલુકા પીઆઇ વાળાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ લૂંટનો બનાવ લાગતો નથી. તેમ છતાં તપાસ ચાલુ છે. પોલીસની તપાસમાં જ આ ઘટનાનું સત્ય બહાર આવશે.