હેઠવાસના ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણીમોરબી : મોરબી જિલ્લાના છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ- 2 ડેમ 70 ટકા ભરાયો છે ઉપરાંત ઘોડાદ્રોઇ ડેમ પણ 70 ટકા ભરાઈ જતા હેઠવાસના ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી અપાઈ છે.મોરબી જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસતા મોરબી નજીક આવેલો મચ્છુ - 2 ડેમ હાલમાં 70 ટકા ભરાઈ ગયો છે. મોરબીને પાણી પૂરું પાડતા મચ્છુ -2 ડેમમાં નવા નીર આવતા રુલ લેવલ જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવે તેમ હોય મોરબી, અમરેલી, ભળીયાદ, ધરમપુર સહિતના 32 ગામોને મચ્છુ નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.આ ઉપરાંત મોરબી તાલુકાનો ઘોડાદ્રોઇ ડેમ પણ 70 ટકા ભરાઈ જતા ડેમ હેઠવાસમાં આવતા ચકમપર, જીકીયારી, જીવાપર, જેતપર સહિતના 8 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સીંચાઈ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.