પ્રમુખ પદે જયંતીભાઈ વસીયાણી અને ઉપપ્રમુખ પદે હિતેન્દ્રભાઈ ધોરીયાણીની વરણી વાંકાનેર : વાંકાનેર તાલુકાની લુણસર સહકારી મંડળીની ચૂંટણીમાં જીતુ પટેલની ભાજપ સમર્પિત પેનલનો વિજય થયો છે. આ ચૂંટણીમાં જીતુ પટેલની પેનલના તમામ 15 સભ્યો ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી બાદ મળેલી બેઠકમાં જયંતીભાઈ વસીયાણીને પ્રમુખ, હિતેન્દ્રભાઈ ધોરીયાણીને ઉપપ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે. વધુમાં આ ચૂંટણીમાં જયેશભાઇ વસિયાણી, કાંતિલાલ વસિયાણી, મનહરભાઈ, ચેતન ગોપાણી, નરશીભાઈ પાટડીયા, નરસિભાઈ વસિયાણી, મનસુખભાઇ, જેરામભાઈ વસિયાણી, પ્રવીણભાઈ વરમોરા, જીવરાજભાઈ ડાભી, પ્રભાબેન વરમોરા, સરોજબેન અને અશોકભાઈ વસિયાણીનો વિજય થયો છે.