ટીમ્બડી ગામના પાટિયા નજીક બે ટ્રાન્સપોર્ટર વચ્ચે હડતાળ મુદ્દે ડખ્ખો થતા હીચકારો હુમલો મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં જીસકા માલ ઉસકા હમાલના નવા નિયમ લાગુ કરવા ટ્રાન્સપોર્ટ હડતાળ ચાલી રહી છે ત્યારે ગઈકાલે મોરબીના ટીમ્બડી ગામના પાટિયા નજીક બે ટ્રાન્સપોર્ટર વચ્ચે હડતાળ મુદ્દે ડખ્ખો થતા એક ટ્રાન્સપોર્ટરે બીજા ટ્રાન્સપોર્ટરને હાથે, ગળે તેમજ શરીરના અન્યભાગે છરીથી હુમલો કરી ઇજા પહોચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીમ્બડી ગામના પાટિયા નજીક હરિ કોમ્પ્લેક્સમાં ઓફીસ ધરાવતા ટ્રાન્સપોર્ટર હિમાંશુભાઇ કેશુભાઇ સુવારીયા, ઉ.વ-૩૬ રહે-હાલ ફલોરા હોમસ બ્લોક નંબર-૬૦ ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી-૨ મુળ ગામ-તરઘડી તા-માળીયા વાળા સાથે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ વાળા વનરાજભાઇ આહીર ધ ફર્ન્ડ હોટલીની સામે શ્રી કિષ્ના ટ્રાન્સ્પોર્ટ વાળાએ ટ્રક હડતાળ મામલે ઝઘડો કર્યો હતો. વધુમાં આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા વનરાજભાઈ અહિરે પોતાની કારમાંથી છરી કાઢી હિમાંશુભાઈના ડાબા હાથની હથેળીમા તથા ડાબા હાથની બીજી આગળીમા તથા જમણા હાથના અંગુઠામા તથા પહેલી આગળીમા તેમજ જમણી બાજુ ગળાના નીચેના ભાગે છાતીમા છરી વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ ઘટના અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ટ્રાન્સપોર્ટર હિમાંશુભાઈ ઉપર હુમલા મામલે પોલીસે આઇ.પી.સી.કલમ-૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આરોપી વનરાજભાઈ આહીરને ઝડપી લેવા કાર્યાવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..