મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે યમુનાનગર વિસ્તારમાંથી જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા નામના યુવાનને ઓરેન્જ વોડકાના 180 મીલીના 30 નંગ ચપલા કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.