13 એપ્રિલે નવરંગો માંડવો અને 14 એપ્રિલે સમૂહ લગ્નનું આયોજનમામાદેવનું મહાપૂજન, શોભાયાત્રા, મહાપ્રસાદ અને ભવ્ય ડાક ડમરું સહિતના કાર્યક્રમો યોજાશેમોરબીઃ નાનીવાવડી ગામે ભક્તિ નગર સોસાયટી ખાતે જીદિલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તા. 13-4-2025 ને રવિવારેના રોજ જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને તા. 14-4-2025 ને સોમવારના રોજ પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.13 એપ્રિલના રોજ સવારે 9 કલાકે મામાદેવનું મહાપૂજન થશે. 10 કલાકે શોભાયાત્રા, સાંજે 7 કલાકે મહાઆરતી, 8 કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ રાત્રે 9 કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાવળદેવ દેવાભાઇ મેવાડા તથા સાથી ગ્રુપ આ નવરંગા માંડવાની શોભા વધારશે. આ નવરંગા માંડવામાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને વિવિધ પંચના ભુવા પણ હાજરી આપશે.આ નવરંગા માંડવામાં પધારવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.14 એપ્રિલ ને સોમવારે સવારે પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા મા-પિતા વિહોણી દીકરીઓને પ્રથમ પાધાન્ય આપવામાં આવશે. જે વર-કન્યા આ સમૂહલગ્નમાં જોડાવા માગતા હોય તેઓએ તાત્કાલિક તેમના નામ નોંધાવી લેવા. નામ નોંધાવા તેમજ વધુ જાણકારી માટે કાનભા મો.નં. 8866500008, જનકભાઈ રાજા મો. નં. 8320887013, નિકુંજ ગોસાઈ મો.નં. 9033309908 પર સંપર્ક કરવા જીદિલા મામાદેવ મિત્ર મંડળની યાદીમાં જણાવાયું છે.