દલવાડી સર્કલ નજીક આવેલ કપુરીવાડી વિસ્તારમાં પરિવારના મોભી તો તરીને નીકળી ગયા પણ નજર સામે ડૂબતા પત્ની અને ત્રણ બાળકોને બચાવી ન શક્યાનો જિંદગીભર વસવસો રહેશે મોરબી : મોરબીના ઝૂલતાપૂલની દુર્ઘટનામાં વધુ એક પરિવારનો ભોગ લેવાનો હોવાની અરેરાટીભરી વિગતો સામે આવી છે. જેમાં દલવાડી સર્કલ નજીક આવેલ કપુરીવાડી વિસ્તારમાં પરિવારના મોભી તો તરીને નીકળી ગયા પણ નજર સામે ડૂબતા પત્ની અને ત્રણ બાળકોને બચાવી ન શક્યનો જિંદગી ભર વસવસો રહેશે. આજે આ પરિવારમાં એકીસાથે ચારથી અર્થી ઉઠતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ કપુરીવાડી વિસ્તારમાં રહેતા રૂપેશભાઈ ડાભી ગઈકાલે પોતાના પરિવાર સાથે ઝૂલતાપુલ પર ફરવા ગયા હતા ત્યારે અચાનક ઝૂલતાપૂલ તૂટી પડતા રૂપેશભાઈ ડાભી અને તેની પત્ની સહિત પરિવાર ચારેય વ્યક્તિઓ નીચે નદીમાં ખબકયા હતા. જો કે રૂપેશભાઈ હિંમત એકથી કરીને નદીમાંથી તરીને બહાર નીકળી ગયા હતા. પણ તેમની પત્ની અને સંતાનો ઉડા પાણીમાં ગરક થઈ જતા નજર સામે પરિવારના સભ્યોના મોત જોતા તેમનું કાળજું કંપી ઉઠ્યું હતું. આ ઘટનામાં ત્રણ સંતાનો અને તેની માતાનું મોત નીપજ્યા હતા. જેમાં હંસાબેન ડાભી, તુષાર 8 વર્ષ, શાયમ 5 વર્ષ અને માયા 2 વર્ષના મોત બાદ એકપછી એક લાશ નીકળતા પરિવારનો માળો પીખાઈ ગયો હતો. આથી આજે એક જ પરિવારના ચાર ચાર વ્યક્તિઓની અર્થી એક સાથે ઉઠતા પરિવારજનો અને સગા સ્નેહીઓ હિબકે ચડ્યા હતા અને કોણ કોને સાંત્વના આપે તેવી તેવા કરુણ દ્રશ્યો સર્જાતા આખો વિસ્તારમાં શોકમય બની ગયો હતો.