સગાઈનો પ્રસંગ હોવાથી સગા સબધી સહિત 25 લોકો ફરવા ગયા ત્યારે દુર્ઘટના સર્જતાં કરુણાતિકા સર્જાઈ, મૃતકમાં મોરબીની એક યુવતી, ગોંડલના માતા-પુત્રી અને રાજકોટ માતા અને તેના બે સંતાનોના મોત મોરબી : મોરબીના ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનામાં કેટલાય પરિવારના માળા વિખાયા છે. જેમાં સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં યુવતીના સગાઈ પ્રસંગે આવેલા 25 જેટલા સગા સબધીઓ ઝૂલતાપૂલ ફરવા ગયા ત્યારે તેમાંથી સગા સબધીઓમાંથી કુલ છ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં મોરબીની એક યુવતી ગોંડલના માતા-પુત્રી અને રાજકોટ માતા અને તેના બે પુત્રોના મોત થતા મુસ્લિમ પરિવાર સગાઈનો પ્રસંગ માતામમાં ફેરવાયો છે મોરબીના સામાંકાંઠે સોઓરડી અંદર આવેલ વરિયાનગરમાં મસ્જિદ પાસે રહેતા મહેબૂબભાઈ મીરાની દીકરી નફિસાબેનની કાલે સગાઈ પ્રસંગ હતો.આથી રાજકોટ અને ગોંડલ રહેતા તેમના બહેન રૂકસનાબેન અને રાજકોટ રહેતા રોશનબેન સહિતના સગા સબધીઓ આ સગાઈ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે ઝૂલતાપુલ નવો બન્યો હોય હરવા ફરવા માટે સગાઈ કરનાર નફિસાબેમ તેની બે ફઇનો પરિવાર સહિત 25 લોકો ગયા હતા. ત્યારે ઝૂલતાપૂલ તૂટી પડતા આ 25 લોકોમાંથી છ લોકોના મોત થયા છે. બાકીનાને બચાવી લેવાયા છે. જેમાં મૃત્યુ પામેલ મોરબીના મુસ્લિમ પરિવારની દીકરી નફિસાબેન મહેબૂબભાઈ મીરા ઉ.વ.20, તેના ગોંડલ રહેતા ફઈ રૂકસાનાબેન રસિકભાઈ ચૌહાણ ઉ.વ.40 અને રૂકસાનાબેનની 17 વર્ષની દીકરી સાનિયાબેન રસિકભાઈ ચૌહાણ ઉ.વ.17 તેમજ બીજા રાજકોટ રહેતા ફઇ રોશનબેન ઈલિયાસભાઈ પઠાણ ઉ.વ.30 તેમનો પુત્ર દાનીશ ઈલિયાસભાઈ પઠાણ ઉ.વ.2, તેમની પુત્રી માહિયાબેન ઈલિયાસભાઈ પઠાણ ઉ.વ.6નો સમાવેશ થાય છે, સગાઇના પ્રસંગે સગા મામા-ફઈના મળીને 6 વ્યક્તિના મોત નિપજતા ભારે શોક વ્યાપી ગયો છે.