મોરબી : મોરબી તથા ટંકારા તાલુકાના 23 ગામ અને રાજકોટના રતનપર ગામમાં વસતા ઝાલા રાજપુત સમાજ દ્વારા શક્ત શનાળા ખાતે છેલ્લા 36 વર્ષથી શરદપૂર્ણિમાના દિવસે સ્નેહમિલન અને હવન યજ્ઞાદિ યોજવામાં આવે છે. ત્યારે આજે પણ તા. 6-10-2025 ને સોમવારના શરદ પૂર્ણિમાના રોજ 37મા હવન યજ્ઞાદિ તથા સ્નેહમિલનનું આયોજન શ્રી શક્તિ માતાજીના મંદિર શક્ત શનાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સવારે 8 થી 12 કલાક દરમ્યાન યજ્ઞવિધિ સવારે 9:30 કલાકે મહેમાનોના સામૈયા કરવામાં આવ્યા હતા. રાજસાહેબ કેસરીદેવસિંહ વસિંહજી ઓફ વાંકાનેર (સાંસદ રાજ્યસભા)ના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય જામનગર ઉત્તર), પ્રતિપાલસિંહ એ. ઝાલા (ડી.વાય.એસ.પી. મોરબી), ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત જયુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની, મોરબી), દશરથસિંહ યુ. ઝાલા (મોરબી જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખ), રઘુવીરસિંહ ઝાલા (કથાકાર) ખેવારીયા, હાલ પીપળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.