અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી અસામાજિક તત્વોએ ધમકી આપી મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ભયનો માહોલ ઉભો કરી અગાઉ મારામારી કરનાર બે અસામાજિક તત્વો વિરુદ્ધ યુવાને પોલીસ ફરિયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ફરી એક વખત આ માથાભારે શખ્સોએ યુવાન સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રાજુભાઇ ભુદરભાઇ કંડીયા નામના યુવાન સાથે અગાઉ મારામારી કરનાર આરોપી તુફેલભાઇ ઓસમાણભાઇ કૈડા અને અબ્દુલભાઇ નથુભાઇ કૈડા રહે.બન્ને જેતપર વાળાઓ વિરુદ્ધ રાજુભાઈએ ફરિયાદ નોંધાવી હોય જે બાબતનો ખાર રાખી બન્ને આરોપીઓએ રાજુભાઈને ગત તા.11ના રોજ રાત્રીના સમયે ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 504, 506(2) અને 114 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.