મોરબી: જેતપર કડવા પાટીદાર સોશ્યલ ગ્રુપ - મોરબી દ્વારા તારીખ 28/12/2025 ને રવિવારના રોજ મિરેકલ પાર્ટી લોન (એસ.પી. રોડ) ખાતે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ અને સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3:30 કલાકે શરૂ થયેલા આ પારિવારિક મિલન કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ જેતપર સોશ્યલ ગ્રુપના સભ્યોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો. આ સમારોહ દરમિયાન ધોરણ 1 થી 12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કરી તેમને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રુપ દ્વારા શિક્ષણ અને સંસ્કારના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સમૂહ આરતી સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઈનામ વિતરણ સમારોહ બાદ આયોજન સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને જેતપર કડવા પાટીદાર સોશ્યલ ગ્રુપ - મોરબીની કાર્યક્રમ સંકલન સમિતિ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.