મોરબી : જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજલાઈનના વળતર મુદે ચલાવામાં આવી રહેલા આંદોલનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે શનિવારના રોજ રાત્રે 9:00 વાગ્યે વૈદિકચિકિત્સા એવમ્ યોગ પીઠાધીશ્વર યોગાચાર્ય ડો. રુદ્રાંશજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહેશે. તેઓ ઉપસ્થિત ખેડુતોને આશીર્વચન આપશે. આ કાર્યક્રમમાં પધારવા સૌને ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.પાટીદાર બિઝનેસ ગ્રુપ મોરબી દ્વારા ખેડૂત આંદોલનને સંપૂર્ણ ટેકોજેતપર ગામે ચાલી રહેલા સંપૂર્ણપણે બિન-રાજકીય ખેડૂત આંદોલનને પાટીદાર બિઝનેસ ગ્રુપ મોરબી દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. પાટીદાર બિઝનેસ ગ્રુપે જણાવ્યું છે કે આંદોલનકારી તમામ ખેડૂત મિત્રોને તેમનો સંપૂર્ણ ટેકો છે. આંદોલનને સફળ બનાવવા ભવિષ્યમાં આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં જે કોઈ નિર્ણય લેવામાં આવશે, તેમાં ગ્રુપનો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે.ઉંચીમાંડલ સેવા સહકારી મંડળી લી. પણ ખેડૂતોની વહારેમોરબી જિલ્લાના તમામ ગામોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈન તેમજ વીજપોલ બાબતે ખેડૂતો દ્વારા ચાલતા બિનરાજકીય આંદોલનને ઉંચીમાંડલ સેવા સહકારી મંડળી લી. દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. મંડળીના પ્રમુખ, મંત્રી, બોર્ડ ઓફ ડિરેક્ટરના તમામ સભ્યો તેમજ મંડળીના તમામ સભાસદો તરફથી આ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરાયો છે. આંદોલનને વધુ મજબૂત અને સફળ બનાવવા માટે આંદોલન કમિટી જે નિર્ણય લેશે તેમાં મંડળીએ પોતાનો સાથ અને સહકાર આપવાની ખાતરી આપી છે.#MorbiUpdate #MorbiNews #Jetpar #KhedutAndolan #FarmerProtest #KhedutKrantiSangathan #PatidarBusinessGroup #MorbiFarmers #GujaratFarmers