ઉપવાસીઓનું મેડિકલ ચેકઅપ કરાયું: એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ સજ્જમોરબી: મોરબીના જેતપર ગામે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલન વચ્ચે હવે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ઉપવાસ કરી રહેલા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જેતપર ગામે ઉપવાસ આંદોલન કરી રહેલા લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સતત ઉપવાસના કારણે કોઈપણ આંદોલનકારીનું આરોગ્ય બગડે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુથી 1 મેડિકલ ટીમ ફાળવવામાં આવી છે. આ ઈમરજન્સી મેડિકલ ટીમની વ્યવસ્થા 1 એમ્બ્યુલન્સ સાથે કરવામાં આવી છે. જેથી જો કોઈ પણ બીમાર વ્યક્તિને વધુ સારવારની જરૂર પડે તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય. #Morbi #MorbiUpdate #Jetpar #MorbiNews #HealthDepartment #EmergencyMedicalTeam #GujaratNews #HungerStrike