મોરબી : જેતપર ખેડૂત આંદોલનમાં આજે રાત્રીના 11 વાગ્યા આસપાસ ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી છે. તેઓને તુરંત એમ્બ્યુલન્સ મારફત જેતપર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તબિયત વધુ ખરાબ હોવાથી તેમને મોરબી ખસેડવામાં આવ્યા છે. નેહુલભાઈની તબિયત લથડતા છાવણીમાં ચિંતાનો માહોલ છવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.